Heartache

I guess there is no need to say that we all have experienced this longing. I bet, we all agree. If not, there will be a time you will experience the most exciting feeling one can ever have in a lifetime.

Those sleepless nights and dreamy days for the person who is within you, a very part of you, making your nerves anxious and heart beat harder. Your crush, your apple of the eye at that moment and time is what you desire. Nothing seems more important than just a glimpse of him/her, a msg,a letter, a call, any sign of that person will help you quench your prolonged thirst.
That pain, that racing heart, that fluttering in the stomach it’s just a start, a beginning.
Beginning of something that might not even turn into a journey for some and can become a lifelong event for many. But, don’t be mistaken by this feeling. As it’s a camouflage. It’s colors are same as love but it differs in shades. This feeling is the crust, love is the core.

Embrace this longing, this pain. It will bring you to that ecstatic state which will be divine and heavenly.

Dil mein dard ho to dava kije,
Dil hi dard ho to kya kije?
-Ghalib
Happy birthday Ghalib

ભાષા-Language boon or barrier

કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે નાં ગમાં-અણગમાં નું કારણ શું હોઈ શકે? ગમવું-ન ગમવું, ભાવવું- ન ભાવવું, ફાવવું- ન ફાવવું, એની પાછળની આપણી કોઈ ન કોઈ ફિલસૂફી જરૂર હોય છે. જેમકે ગણિત. નાનપણ માં મને એના પ્રત્યે લગાવ તો દૂર મને એ દીઠું ગમતું નહીં. ગણિત ઉપર તો હું ક્યારેક લાંબો-લચક નિબંધ જરૂર લખીશ એટલી એણે મારા પર વિતાવી છે! 😉 ખેર,ગણિત પ્રત્યે જેટલો અણગમો એટલોજ પ્રેમ મને ભાષા પ્રત્યે હતો અને આજે પણ છે. હું ત્રણ ભાષા લખી,વાંચી અને બોલી શકું છું, પરંતુ પ્રભુત્વ એક ઉપર પણ નથી. હું માનું છું કે કદાચ એની જરૂરત પણ નથી. કારણ કે ભાષા ભાવાત્મક હોય છે, એના થકી લાગણીઓ વ્યક્ત કરી શકાય છે.ભાષા એ કોઈ બંધન નથી ભાષા તો આપણને મુક્તિ આપે છે. ભાષા થકી સ્પષ્ટપણે આપણે આપણા વિચારો રજૂ કરી શકીયે છીએ. મારા ગણિત પ્રત્યેના અણગમા ની ફિલસૂફી મને ત્યારે તો ખબર ન હતી પણ આજે જો કોઈ પૂછે તો હું ભાષા અને ગણિત વચ્ચે નો તફાવત જરૂર કહીં શકું. ગણિત ભાવવિહીન છે. ભાષા માં ઊંડાણ છે જયારે ગણિત માં વિસ્તાર છે. પ્રગતિ ગણિત થી થાય પણ આપણું સિંચન ભાષાથી થાય છે. ભાષામાં રાગ અને લય છે જયારે ગણિતમાં ગતિ અને વેગ છે. એકબીજા થી તદ્દન વિપિરીત હોવા છતાં માનવજાતની વૃદ્ધિ અને ભાવિ માટે બંને અતિ-અનિવાર્ય છે.

દુઃખની વાત એ હતી કે આ પસંદ-નાપસંદ ની સમસ્યા નાનપણમાં ભાષા માટે પણ પ્રવેશી ચુકી હતી. હું ૧ થી ૭ ધોરણ ઈંગ્લીશ મીડીયમ માં ભણી એટલે એ સમય દરમ્યાન માનસિકતા એવી કે ગુજરાતી ફક્ત પરીક્ષા પૂરતું જ ભણવું. છાપું પણ ગુજરાતી માં સમજણ નથી પડતી એમ કહીને વાંચવાનું ટાળી દેવાનું. જયારે માધ્યમિક ધોરણ માં ગુજરાતી મીડીયમ માં જવાની વાત થઇ ત્યારે મેં ખૂબ વિરોધ કર્યો અને જાણી જોઈને નાપાસ થઇશ એવી ધમકીઓ પણ આપી હતી. પરંતુ મારી મમ્મી મક્કમ હતી એટલે એણે મને ૮ થી ૧૨ ધોરણ ગુજરાતી માં જ ભણાવી.એનું માનવું હતું કે માતૃભાષા માં સાયન્સ સ્ટ્રીમ લેવામાં સરળતા રહે, ઈંગ્લીશ થોડું અઘરું પડે. આપણી જિંદગીના ઘણાંખરા નિર્ણયો આપણે સાચા-ખોટા માટે નહિ, પરંતુ આપણાં વિશ્વાસ અને ભરોસા ને આધીન રહી કરીએ છીએ. એટલે મારી મમ્મી એ મારા માટે પણ એના ભરોસા ને અનુરૂપ જ નિર્ણય કર્યો. સાચું કહું તો મને ભાષા કરતા સ્કૂલ બદલવાનો ડર હશે પણ આપણે પોતાની જાત ને સમજવામાં મહદઅંશે મોડું કરીયે છીએ. હું નાપાસ તો ન થઇ પણ ૮૦% ઉપર માર્ક્સ લઇ આવી અને મારા રિઝલ્ટથી ઘણી ખુશ પણ હતી.

આજે જયારે હું પૂર્વદર્શન કરું છું તો સમજાય છે કે હું કેટલી અપરિપક્વ અને અણસમજુ હતી. શિક્ષણ ની ભાષા કોઈપણ હોય, એનો હેતુ બધીજ ભાષામાં સમાન હોય છે. શિક્ષણ આપણને સમજદાર, જાણકાર, આત્મનિર્ભર અને દૂરંદેશી બનાવે છે. ભાષા એમાં કોઈ જ અવરોધ ઉભો કરી શકે નહિ, ભાષા તો આધાર આપે, અને માતૃભાષા તો શ્રેઠ આધાર છે. આજે જયારે હું ગુજરાતી માં લખું છું ત્યારે મને અત્યંત ખુશી થાય છે કે હું મારી માતૃભાષા થકી ઘણા લોકોના હૃદયને સ્પર્શી શકું છું. સિંગાપોર માં રહી, હું મારા દીકરા ને ગુજરાતી લખતા, બોલતા, અને વાંચતા શીખવીશ જ, એનું કારણ છે કે માતૃભાષા થકી આપણે આપણા મૂળ જોડે જોડાયેલા રહીયે છીએ. વૃક્ષ હંમેશા વિસ્તરે અને આકાશ ને આંબવાની કોશિશ કરે પરંતુ જો મૂળિયાં થી અલગ થાય તો તે તૂટે અને નષ્ટ જ પામે.

There are two gifts we should give our children: one is Roots and the other is Wings – Proverb

અંગ્રેજી ભાષાના વધી રહેલા મહત્વ અને આપણી ગુજરાતી ભાષાના વિલુપ્તિકરણ ઉપર ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને થતીજ રહેશે. એનું કારણ છે કે અંગ્રેજી એ યુનિવર્સલ ભાષા છે અને ગુજરાતી કે હિન્દી કે બીજી કોઈ પણ ભાષા સ્થાનિક છે. ફ્રેન્ચ અને જર્મન એ દેશો માં બોલી શકો ખરા, પણ આપણાં જેવા એ તો ત્યાં પણ ઈંગ્લીશનો જ સહારો લેવો પડે. બીજી બધી ભાષાઓ કરતા ઈંગ્લીશ શીખવું સહેલું છે એવું હું માનું છું કારણ કે એમાં માત્ર ૨૬ અક્ષરો છે (ચાઇનીઝ માં ૨૦૦ થી વધારે છે). બીજું કારણ એ કે મોટા ભાગના કમ્પ્યુટર અને ફોન માં પણ ઈંગ્લીશ વપરાય છે. ઈંગ્લીશ પ્રોફેશનલ સ્તર પર એટલી વિકસેલી છે કે હવે એ ભાષા વગર કદાચ છૂટકોજ નથી. કહેવાય ને કે અંગ્રેઝ ચાલે ગયે પર અંગ્રેઝી છોડ ગયે!

પ્રોબ્લેમ ત્યાં છે કે ઈંગ્લીશ ભાષા ને લોકો એ ‘સ્ટેટ્સ ક્વો’ તરીકે લઇ લીધી છે. માત્ર ભણવું ઈંગ્લીશમાં પૂરતું નથી, ઘર માં પણ ઈંગ્લીશ જ બોલવાનું એવું આજકાલ માતા-પિતા ઈચ્છે છે. મેં પણ એ આગ્રહ રાખ્યો હતો કે મારા છોકરા જોડે ઈંગ્લીશ માંજ બોલવું પરંતુ એનું કારણ હતું કે મારી હેલ્પર મ્યાનમાર ની હતી, હવે જો એ છોકરા ને બર્મીસ શીખવી દે તો મને અઘરું પડી જાય! આજે મારો છોકરો બંને ભાષા બોલી અને સમજી તો શકે છે પણ હજી ગુજરાતી લખતા શીખવાડવાનું બાકી છે. અત્યારે શીખે તો સારું જ છે નહીંતર મારી જેમ મોટા થઇ શીખવું પડશે! ઈંગ્લીશ વધુ સારું બોલનાર વ્યક્તિ થી આપણે જલ્દી પ્રભાવિત થઇ જીએ છીએ, એટલેજ એ ભાષા નું મહત્વ વધી ગયું છે. આપણે કેવું ઈંગ્લીશ બોલીએ છીએ એને આપણી લાઈફ-સ્ટાઇલ, સ્ટેટ્સ, અને પ્રતિભા જોડે કોઈ જ નિસ્બત ન હોવું જોઈએ. જો આપણે એ કરી શકીયે તો કદાચ એ ભાષા નો મર્મ સમજી શકીયે અને પોતાની માતૃભાષા જોડે જોડાયેલા પણ અવશ્ય રહી શકીયે.

કોઈ એક ભાષા વધારે આવડવાથી ક્યારેય નુકશાન નથી થતું પણ હાં, માત્ર એક જ ભાષા આવડવાથી આપણે ઘણી બધી સારી જાણકારી,માહિતી અને જ્ઞાન સરળતા થી નથી પામી શકતા. વિવિધ ભાષાઓમાં રહેલું વૈવિધ્ય આપણને ભિન્ન ભિન્ન સંસ્કુતિઓ, પરંપરાઓ અને રિવાજો થી વાકેફ કરાવે છે. વળી, એક આખો વર્ગ એવો પણ છે જે ઈંગ્લીશ નો સંપૂર્ણ અસ્વીકાર કરે છે. અંગ્રેજી ભાષામાં રહેલા બધાં ગુણો અને એના થકી થતા અનેક ફાયદાઓ ને પણ એ નકારી કાઢે છે. Language is a boon not a barrier.

મોટા ભાગે આપણે એ વસ્તુઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરીએ છીએ જે આપણે સમજી નથી શકતા કે સમજવા નથી માંગતા. જે વસ્તુ આપણને ન ગમતી હોય એની પાછળ કોઈક ડર પણ છુપાયેલો હોય છે. પૂર્વધારણા, ડર અને કઠોર માન્યતા આપણને નવું અપનાવતા અને અનુભવ કરતા અટકાવી દે છે. મારા ગણિત પ્રત્યે ના અણગમા માં પણ ડર જ પ્રાથમિક કારણ હશે.

“કોઈપણ વ્યક્તિ કે વસ્તુ તરફ નો અણગમો આપણને એમાં રહેલા ગુણો અને લાભો થી પણ વંચિત રાખે છે”

હું ગુજરાતી લખું અને બોલું છું, હિન્દી માં વિડિઓ બનાવું છું, ઈંગ્લીશ મુવીઝ જોવું છું અને એમાં બ્લોગ પણ લખું છું, કોરિઅન વેબસિરીઝ જોવું છું, અરેબિયન મ્યુઝિક સાંભળું છું, જર્મન બાર માં જાવ છું, ઇટાલિયન ઑથેન્ટિક પાસ્તા બનાવવાની કોશિશ કરું છું, મેક્સીકન ફૂડ ખાવ છું, ચાઇનીસ બોલતા દેશ માં રહું છું, પણ દિલ થી, જીન્સ થી, શોખ થી અને વટ થી ગુજરાતી છું. ગુજ્જુ એજ મારી ઓળખાણ છે અને મારા રૂટ્સ પણ ગુજરાતી છે. ગુજરાતી ભાષા પ્રત્યે મને પ્રેમ અને માન છે, પ્રાઉડ એટલે નહિ કહું કારણ કે એનો અર્થ અભિમાન પણ થાય. માતૃભાષા પ્રત્યે પ્રેમ અને સન્માન અને દુનિયા ની બીજી બધીજ ભાષાઓ પ્રત્યે આદર અને માન છે. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.🙏
©
Written by: Mittal Chudgar Nanavati

કોઈપણ સંબંધ ક્યારેય સંપૂર્ણ નથી હોતો

જયારે કોઈ આપણને એમ કહે “you are not enough ” તો કેવું લાગે? આપણા આત્મવિશ્વાસ, ક્ષમતા અને પ્રતિભા ને જાણે કોઈએ ઠેસ પહોંચાડી હોય અને આપણી બધીજ ખામીઓનું વંટોળ આસ-પાસ ચક્રવાત થઇ આપણને ગૂંગળાવતું હોય એવું લાગવા લાગે. એમાં પણ જો કોઈ અંગત વ્યક્તિ કે સ્વજન જેમના માટે તમે તમારું સર્વસ્વ ન્યોછાવર કર્યું હોય એ એવું કહે તો જીવન જ જાણે વ્યર્થ લાગવા લાગે.

મને મારા ચાર વર્ષ ના છોકરાએ આજે કાંઈક આવીજ વાત કહી. થયું એવું કે, એ એની એક ફ્રેન્ડ ને મિસ કરતો હતો કારણ કે ઘણા દિવસો થી એ છોકરી playarea માં રમવા નહોતી આવી. મારા છોકરા એ મને પૂછ્યું કે, એ કેમ નથી આવતી રમવા? મેં કહ્યું કે એના મમ્મી-પપ્પા કામ માં હશે એટલે નીચે નહીં આવતા હોય. બીજા દિવસે પણ એજ પ્રશ્ન પૂછ્યો એટલે મેં કહ્યું કે બેટા હું રમું છું ને તારી જોડે ચાલ આપણે રમીયે. વિચારીને ગોઠવીને એ ચાર વર્ષ ના જીવે એવો જવાબ આપ્યો જે મને વાસ્તવિકતા થી વધુ નિકટ લઇ ગયો.એણે કહ્યું, ” mumma you are always there , but you only are not enough , i also want to play with my friend ,i enjoy playing with her too “

આ જવાબ માં જીવન ના બે અતિ-અદભુત સત્યો મારી સમક્ષ આવ્યા જે હું જાણતી તો હતી પણ એનો સ્વીકાર કે એહસાસ મેં આજ સુધી નોહ્તો કર્યો. આ જવાબ થી ન તો હું ઉદાસ કે હતાશ થઇ, કે ન તો મને કોઈ પણ રીતે માઠું લાગ્યું, એનું કારણ હતું જવાબ આપનાર ની નિર્દોષતા, પારદર્શકતા અને સંવેદનશીલતા.

પહેલું સત્ય એ કે “કોઈપણ સંબંધ ક્યારેય સંપૂર્ણ નથી હોતો અને કોઈપણ વ્યક્તિ ક્યારેય કોઈ માટે પૂર્ણ નથી હોતી.” મેઘધનુષ્યના રંગો જેમ આકાશને શુશોભિત કરે તેમ જુદા જુદા સંબંધો અને વ્યક્તિઓ મનુષ્યના જીવન ને વિભૂષિત કરે છે. જે મજા મિત્રો સાથે આવે એ માં સાથે ન આવે, અને જેવો પ્રેમ પ્રેમી જોડે થાય એવો પિતા ને ના કરી શકાય, જે મજાક બાળકો જોડે કરાય એ વડીલો જોડે ના થાય, અને જે વાતો સખા/સખી જોડે થાય એ પતિ/પત્ની જોડે ના કરી શકાય. આ વાત કાંઈ જ નવી નથી પરંતુ ઘણી વાર એવું બને છે કે આપણે આ વાત નું મહત્વ સમજતા હોવા છતાં પણ આપણી સાથે ની વ્યક્તિને બધા સંબંધો ની મીઠાશ માણવાનો મોકો અને દસ્તુર નથી આપી શકતા. આપણા જ્જમેન્ટ્સ અને ક્રિટિસિસમસ ને કારણે આપણી સાથે ની વ્યક્તિ એના મિત્રો અને સગાઓ સાથે દિલ ખોલીને હસી-મળી નથી શકતી. આપણા અસ્વીકાર અને અણગમા ને કારણે એને એના પ્રિય લોકો થી દૂર થવું પડે છે. એક સંબંધ ને ટકાવા બીજો સંબંધ જે એને નાની-નાની ખુશીઓ આપતો હોય એનાથી તે દૂર થઇ જાય છે. સંબંધો માં મોકળાશ આપવાથી જ એ મજબૂત બને છે બાંધી રાખવાથી થી તો એ ગંધાય જાય છે. આ સ્પેસ(space) ની સૌથી વધુ જરૂર આપણા અત્યંત ઘનિષ્ટ સંબંધો ને જ હોય છે કારણ કે એમાં જો તિરાડ પડે તો એ અતિશય દુઃખદાયક હોય છે.
If you love a person, give them infinite space-Osho

બીજું સત્ય એ કે “દરેક મનુષ્ય અમુક અંશે અહમ થી પીડાય છે.” As Khalil Gibran says: Most of the pain is self-created. હું પણ માનું છું કે પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ, કોઈને આપેલા સમય, મદદ, સેવા, અને યોગદાન માટે આપણને ક્યાંક ને ક્યાંક થોડો અહંમ હોય છે. મારા વગર તો આ ઘર ચાલેજ નહીં, મારા વગર એમનું કાંઈ ના થાય, મારા વગર એ મિટિંગ શક્ય જ નથી,મારા વગર….વગેરે વગેરે. મોટા ભાગે આપણું મહત્વ આપણે જાતેજ નક્કી કરી લઈએ છીએ અને સામે એ પ્રમાણે ના વળતર ની અપેક્ષાઓ પણ રાખીએ છીએ. બીજા પાસેથી આપણી અપેક્ષા મુજબ માન અને કદર ન મળતા આપણે નિરાશા અને હતાશા અનુભવીએ છીએ. આજે જે વાત મારા દીકરા એ કરી એજ જો બોસ કે મિત્ર કે કોઈ પુક્ત વ્યક્તિ કહે તો આપણો ઈગો હર્ટ થઇ જાય, તેજોધ્વંશ થઇ જાય. સામેવાળા ના શબ્દો અને એકશન્સ કરતા આપણું રિએકશન બમણા જોર અને વેગ થી પ્રગટ થાય. એનો અર્થ એ નથી કે એ લોકો સાચા છે, પણ એ જરૂર સાચું છે કે આપણો અહમ ક્યાંક ખોટો હોય છે. અલબત્ત, કેહવાની કળા અને છટા હોય,પરંતુ જો એ બધામાં હોય તો દુનિયાની અનેક સમસ્યાઓ નો અંત ન આવી જાય? આપણે આપણા હિત માટે અપેક્ષાઓનું આવરણ ઓછું કરી સ્વયં માં સંતોષ રાખીયે તો કદાચ અહમથી થતી સ્વહાનિ અટકાવી શકાય. સાચો માણસ એજ છે જે કોઈ પણ વ્યક્તિ એ એના માટે આપેલા સમય અને યોગદાન નું મૂલ્ય ભૂલે નહીં અને સમજદાર માણસ એ જે, એ ન ભૂલે કે ‘માણસ ભૂલકણો જીવ છે’ એટલેજ ‘માણસ માત્ર ભૂલ ને પાત્ર’.
Expectation is the root of all heartache- William Shakespeare

સમય અને સંજોગો અનુસાર હંમેશા બધું બદલાતું આવ્યું છે અને બદલાશેજ. એક સરકાર પડી બીજી ઉભી થશેજ. એક પેઢી રીટાયર થશે અને બીજી પેઢી નું ઇમ્પોર્ટન્સ વધશે. કોઈના જીવન માં આપણું સ્થાન અને મહત્વ પણ સમયાંતરે ઘટશે. કોઈના જીવન માં આપણે અતિ મહત્વ નો ભાગ ભજવતા હોવા છતાં પણ એનું સર્વસ્વ જીવન અને આનંદ તો ના જ બની શકીયે એ સ્વિકારવુંજ રહ્યું.
જો મારા દીકરા એ કોઈ રમકડાં કે નિરજીવ વસ્તુની સરખામણી માં આવું કહ્યું હોત તો મારો જીવ થોડો કચવાત,પરંતુ આ વાત હતી એની લાગણી ની, ઈમોશન્સ ની. આજ ના ભૂલકાઓ માત્ર સ્માર્ટ નહીં, સેન્સિટિવ પણ હોય છે. હેરાની ની વાત ત્યાં છે કે આપણને sensitiveness કરતા smartness વધું આકર્ષે છે. સ્માર્ટ બેન્કિંગ, સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ, સ્માર્ટ સિટી, સ્માર્ટ ફોન બધુજ આજકાલ સ્માર્ટ છે. જો આપણે સેન્સિટિવિટી અને સંવેદના ને થોડું વધું મહત્વ આપીયે, તો દુનિયા થોડી વધુ પ્રેમાળ, સ્નેહાળ અને મમતાળુ બની રહે, સાચું ને?
ઉપરવાળાએ રચેલા પૃથ્વીના આ રંગમંચ પર આપણે બધાજ અલગ અલગ કિરદારો નીભવીયે છીએ. કોઈ પાત્ર પ્રભાવશાળી તો કોઈ સંસ્કારી, કોઈ દયાળુ તો કોઈ સમજુ, કોઈ રમુજી તો કોઈ ગંભીર, કોઈ બુદ્ધિશાળી તો કોઈ મૂલ્યવાન. પરંતુ કોઈપણ નું યોગદાન બિનજરૂરી કે અર્થહીન નથી. મહાભારત નું દરેક પાત્ર એક આગવી લાક્ષણિકતા ધરાવે છે અને એટલેજ આજે પણ એના પાત્રો જીવન ના અમૂલ્ય પાઠ શીખવે છે. કૃષ્ણ ની નજરે આપણે બધા કર્મવીરો છીએ અને કૃષ્ણનો પ્રિય યોગ પણ કર્મયોગ છે. તો બસ દિલસે કર્મ કિયે જા…🙏
When you do and wish good things for others, good things come back to you. That’s law of Nature- Buddha

@Written By : Mittal Chudgar Nanavati

Decision of being a parent

Every person on this planet is in the quest of finding meaning of his/her existence. Why and for what purpose we are born in this mysterious world is the universal question for which no one has any specific answer. However, once we are out from our mother’s womb, at every stage of our life society and shastra provides guidance for our actions (i.e Four Ashrams according to the shastras). Yet, it is questionable whether these principles from shastra are earnest, precise, adequate and suitable to each one of us or not. There are many of us whose standards, virtues, values and morals do not confine to the stated norms and customs .No matter what your beliefs are, to a certain extent you are under pressure to perform your actions according to set ideals. I don’t feel any harm in following it, still, I do believe that some of them should be refined, revised and redrafted in the context of changing conditions and environments.

For me, there were fewer doubts about the actions mentioned in first stage of the life, where we are asked to practice celibacy and focus our energy on studies and gaining knowledge. I think it’s reasonable, practical and doable. One must study, learn, read, and gather information on various subjects in order to be able, and to sustain in this world. Now, for the actions pertaining to second stage (Grihasthshram), getting married and having kids, I had reservations and queries for both of them. Therefore, I thought to elaborate it. First, to decide whether to get married or not itself is the most significant question of life. What level of importance does a marriage possess in one’s life is entirely a personal affair. A person high on spiritual grounds even might skip this stage and directly opt for sanyasaashram. Even a normal person might not have interest in becoming a family man. In this contemporary world, it is not just about marriage, it is also about career, city, location, flexibility and most importantly, agreements for long distance relationship until things are sorted out for both the parties. Even in this scenario, where there are many complexities involved, parents, aunties and uncles will not leave any stone unturned, and persuade you to agree to the “suitable boy or girl” they have found for you. The most common of all the free advices one might get for marriage from elders is ‘first get married everything will be sorted out’. How on earth things will get settled if they are not been thought or acted upon? There are enough examples of unsuccessful marriages only because fundamental questions and concerns were not addressed adequately.

When I found a man of my choice, there were no ambiguities about getting married, as I believed in that bond and was willing to spend lifetime with that person. I thought that was the final destination. Little did I know that one return gift that is guaranteed and comes absolutely free with marriage is the question “when are we expecting good news?” I was not only tired but also frustrated with this question. I was clueless and for the first time in my life, I was not sure what decision should I take and why? To be honest, decision of becoming a parent was more driven by my age, as I was aware about the complications in the later years. Even after deciding to have a child after 7 years of marriage, we were not well prepared for the tremendous changes that were going to follow. We did learn a lot from our immaturities and mistakes, but had we been a little more prepared, life would have been a lot easier. I would not blame anyone or myself but would definitely say that couples should be prepared enough for this paramount transition in their life. I empathize with all those who are currently facing this dilemma. I am sharing my feelings and hardships if it helps them in any way. Atleast, I won’t feel that I didn’t do my part.

Why young couples who are simply adoring and fine-tuning their lives, and shaping their future are bombarded with question of expanding their family? Newly wedded couples who haven’t yet resolved the puzzles of a married life are asked to bring a mammoth change in their life. I am not able to fathom, why are seniors and elders so keen on asking and influencing couples to become parents. Don’t they know that being parents is the most challenging role one plays in their entire life? Don’t they know being parents is the most complex task mentally, physically, emotionally and financially? Don’t they know that how difficult it would be for working parents and nuclear families to singlehandedly raise a child? In earlier times, it was said that ‘it takes a village to raise a kid’. Nowadays, there is no support system for the couples who are away from their families to nurture a child. Considering all these aspects, can seniors and elders change their questions? I do know that our elders were not that fortunate to be guided or prepared by their elders but they can be a part of this wonderful change. I believe our seniors and elders are wiser, supportive and advanced to prepare their children for this stage of life.

I think it would be appropriate to ask, are you ready for the life changing, most challenging and divine experience of life? Be prepared for some sacrifices, compromises, sleepless nights, and tiring days. Be prepared for emotional rollercoaster rides; be prepared to be strong externally even if you are shattered from within. Being a parent is the wonderful gift of lord and so it is loaded with ample amount of responsibilities and moral duties.
Even if grandparents lend their support, ultimate responsibility of nurturing a new life depends on parents. Seniors who are around such nuclear families can help young parents by giving them some free time from child. Couples should attend parenting workshops once the child is in the mother’s womb, not after becoming a parent. One should be prepared before doing it. Parenting is all about preparation, planning and awareness.
“If I only had an hour to chop down a tree, I would spend the first 45 minutes sharpening my axe.” – Abraham Lincoln.

We have to take decisions in which we firmly believe and not by the influence of anyone. If we believe, we will do it with our best of ability. Even after our all preparations, there is no guarantee that our children won’t ask the question Mr.Bachchan asked to his father when he felt that life is so harsh and difficult.“Aapne muje peda hi kyu kiya?” To which Mr.Harivanshrai Bachchan answered with this poem…
जिंदगी और जमाने की कशमकश से घबराकर, मेरे बेटे मुझसे पूछते हैं कि हमें पैदा क्यों किया था?
और मेरे पास इसके सिवाय कोई जवाब नहीं है कि, मेरे बाप ने मुझसे बिना पूछे मुझे क्यों पैदा किया था?
और मेरे बाप को उनके बाप ने बिना पूछे उन्हें और उनके बाबा को बिना पूछे ,उनके बाप ने उन्हें क्यों पैदा किया था?
जिंदगी और जमाने की कशमकश पहले भी थी, आज भी है शायद ज्यादा कल भी होगी, शायद और ज्यादा…
तुम ही नई लीक रखना, अपने बेटों से पूछकर उन्हें पैदा करना…!
😃😄😁
All the best to all the parents and the ones who decides to be one!👍

@Written By: Mittal Chudgar Nanavati~